કોંગ્રેસને 'ઉગારવા' સુબ્રમણ્યમ સ્વામીએ આપી સલાહ, આ મહિલા નેતાને બનાવો કોંગ્રેસ અધ્યક્ષ

રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સલાહ આપી છે કે તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનો કોંગ્રેસમાં વિલય કરી દેવો જોઈએ. આ સાથે જ તેમણે સૂચન કર્યું કે મમતા બેનરજીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવા જોઈએ.

કોંગ્રેસને 'ઉગારવા' સુબ્રમણ્યમ સ્વામીએ આપી સલાહ, આ મહિલા નેતાને બનાવો કોંગ્રેસ અધ્યક્ષ

નવી દિલ્હી: રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સલાહ આપી છે કે તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનો કોંગ્રેસમાં વિલય કરી દેવો જોઈએ. આ સાથે જ તેમણે સૂચન કર્યું કે મમતા બેનરજીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવા જોઈએ. સુબ્રમણ્યમ સ્વામીએ શુક્રવારે એક ટ્વીટ કરીને કહ્યું કે જો દેશમાં ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી રહી ગઈ તો લોકતંત્ર નબળુ પડશે. ટ્વીટના માધ્યમથી સ્વામીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને એક એકીકૃત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળવાનું સૂચન આપ્યું. 

'ભાજપ એકલું રહેશે તો લોકતંત્ર નબળુ પડશે'
તેમણે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને એકીકૃત કોંગ્રેસ સાથે વિલય કરી દેવાનું પણ સૂચન આપ્યું. સ્વામીએ કહ્યું કે 'ગોવા અને કાશ્મીરના ઘટનાક્રમને જોયા બાદ મને લાગે છે કે જો ભાજપ એકમાત્ર પાર્ટી રહેશે તો લોકતંત્ર નબળુ પડશે.'

તેમણે વધુમાં કહ્યું કે 'ઉપાય? ઈટાલિયન્સ અને વંશજને પાર્ટી છોડવા માટે કહો. ત્યારબાદ મમતા બેનરજી એકીકૃત કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે. ત્યારબાદ એનસીપીનો પણ તેમાં વિલય કરવો જોઈએ.'

— Subramanian Swamy (@Swamy39) July 12, 2019

ગોવામાં કોંગ્રેસ ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો
આ સપ્તાહની શરૂઆતમાં ગોવામાં કોંગ્રેસના પોતાના જ સભ્યોએ પાર્ટીનો સાથ છોડ્યો અને નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં. ગોવામાં 10 જુલાઈના રોજ કોંગ્રેસના 15માંથી 10 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા અને તેઓ ભાજપમાં સામેલ થયા. 2017ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. 

જુઓ LIVE TV

આ અગાઉ જૂનમાં જમ્મુ અને કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સે 2019ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ સાથે નાતો તોડ્યો હતો. કર્ણાટકમાં પણ કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારના 16 ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે. રાજ્યમાં કોંગ્રેસ માટે સંકટની સ્થિતિ છે. કારણ કે રાજીનામા આપનારા 16માંથી 13 ધારાસભ્યો કોંગ્રેસના છે. 

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની 3 ન્યાયાધીશોની પેનલે શુક્રવારે કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષને 16 જુલાઈ સુધી રાજીનામા પર યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news