Afghanistan 22,36,07,40,00,00,000 રૂપિયાનું માલિક છે! એક જ રાતમાં અમેરિકાને કરી શકે છે બર્બાદ, જાણો કઈ રીતે?
અમેરિકાના જિયોલોજિકલ સર્વે તરફથી વર્ષ 2010માં અફઘાનિસ્તાનમાં એક સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં વૈજ્ઞાનિકોને અફઘાનિસ્તાનમાં લગભગ 3 ટ્રિલિયન ડોલર મૂલ્યના ખનીજ ભંડારની માહિતી મળી હતી.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ અફઘાનિસ્તાન આ સમયે સમાચારોમાં છવાયેલું છે. અમેરિકા અને બીજા દેશોની સેનાઓની વાપસી પછી અહીંયા ફરીથી તાલિબાનનું શાસન પાછું આવી ગયું છે. અફઘાનિસ્તાનની તસવીર એક એવા દેશ તરીકે છે જે હંમેશા યુદ્ધના છાયામાં રહ્યું અને જ્યાં નાગરિક અત્યંત ગરીબીમાં જ જીવી રહ્યા છે. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે આ દેશ સાઉથ એશિયાનો સૌથી અમીર દેશ છે. અફઘાનિસ્તાનમાં તે તાકાત છે જે સંપન્નતાના મામલામાં ભારત અને અનેક દેશોને પાછળ છોડી શકે છે. તમે ચોંકી જશો જ્યારે અમે તમને જણાવીશું કે આ દેશમાં 3 ટ્રિલિયન ડોલરની કિંમતની ખનીજ સંસાધન રહેલું છે. આ જ કારણ છે કે તાલિબાન પણ આ દેશને છોડવા માગતા નથી.
સાઉદી અરબને પાછળ છોડી દેશે:
અમેરિકાના જિયોલોજિકલ સર્વે તરફથી વર્ષ 2010માં અફઘાનિસ્તાનમાં એક સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં વૈજ્ઞાનિકોને અફઘાનિસ્તાનમાં લગભગ 3 ટ્રિલિયન ડોલર મૂલ્યના ખનીજ ભંડારની માહિતી મળી હતી. વૈજ્ઞાનિકોનું માનીએ તો અફઘાનિસ્તાનમાં લોખંડ, તાંબુ, કોબાલ્ટ, સોનું અને લીથિયમના ભંડાર છે. અમેરિકાના રક્ષા વિભાગના હેડક્વાર્ટર પેન્ટાગોન તરફથી કહેવામાં આવ્યું હતું કે જો અફઘાનિસ્તાનના ખનીજ ભંડારોનો ઉપયોગ કરવામાં આવે તો કે સાઉદી અરબની બરોબરી કરી શકે છે.
Tokyo OIympics: જાણો ભારતે કઈ રીતે શરૂ કરી Olympics ની સફર, રસપ્રદ છે કહાની
કેટલા ખનીજનો ભંડાર છે:
જિયોલોજિકલ સર્વેએ ખનીજોમાં પોતાની મહારત દ્વારા એ નિષ્કર્ષ કાઢ્યો કે અફઘાનિસ્તાનમાં 60 મિલિયન મેટ્રિક ટન તાંબુ, 2.2 બિલિયન ટન લોહ અયસ્ક, 1.4 મિલિયન ટન દુર્લભ ખનીજ જેવા કે લેન્ટમ, સેરિયમ, નિયોડિમિયમ, એલ્યુમિનિયમ, સોનું, ચાંદી, જસ્તા, પારો અને લિથિયમનો ભંડાર છે. સર્વેના વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતના ખાનનેશિનમાં લગભગ 1.1થી 1.4 મિલિયન મેટ્રિક ટન દુર્લભ ખનીજ હોઈ શકે છે.
દુનિયામાં સૌથી વધારે ખનીજ:
કેટલાંક રિપોર્ટ્સનું માનીએ તો અફઘાનિસ્તાનમાં દુર્લભ ખનીજ સંસાધન પૃથ્વી પર સૌથી વધારે છે. તમને જણાવી દઈએ કે દુર્લભ ખનીજ આ સમયે ટેકનોલોજીની સૌથી મોટી જરૂરિયાત છે. તેન મદદથી જ મોબાઈલ ફોન, ટીવી, હાઈબ્રીડ એન્જિન, કમ્પ્યૂટર, લેઝર અને બેટરી તૈયાર કરવામાં આવે છે. સૌથી મોટા ખનીજ ભંડાર લોખંડ અને તાંબાના છે. અને તેનું પ્રમાણ ઘણું વધારે છે. આ એટલા પ્રમાણમાં છે કે અફઘાનિસ્તાન આ ખનીજોમાં દુનિયાનો સૌથી મોટો દેશ બની શકે છે. પેન્ટાગોનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગજની પ્રાંતના બોલીવિયામાં મોટા પાયે લિથિયમ જમા કરવાની ક્ષમતા છે. આ હવે દુનિયાનો સૌથી મોટો લિથિયમ ભંડાર છે.
સોવિયત સંઘે કરી હતી તપાસ:
અફઘાનિસ્તાનમાં રહેલ ખનીજ ભંડારની તપાસ કરવાનું કામ સોવિયત સંઘે 1980ના દાયકામાં કર્યું હતું. 1989માં સોવિયત સંઘના પતન પછી આ પ્રોગ્રામ અટકી ગયો પરંતુ તેની સાથે જોડાયેલા અફઘાનિસ્તાનના લોકોએ તે દરમિયાન ચાર્ટ અને મેપને સંભાળી રાખ્યો હતો. તેને કાબુલમાં અફઘાન જિયોલોજિકલ સર્વની લાઈબ્રેરીમાં જમા કરાવી દીધો. 2006માં અમેરિકાના અધિકારીઓએ આ ચાર્ટ્સને શોધી કાઢ્યો અને ત્યાંથી અમેરિકાએ તપાસ શરૂ કરી. અમેરિકાએ અનેક એરક્રાફ્ટનો ઈક્વિપમેન્ટ્સમાં ઉપયોગ કર્યો અને આ પરિણામ પર પહોંચ્યું કે આ દેશમાં લગભગ 3 ટ્રિલિયન ડોલર એટલે 22,36,07,40,00,00,000 રૂપિયાના ખનીજ ભંડાર છે. પરંતુ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે તેની કિંમત અમેરિકાના અનુમાન કરતાં 3 ગણી વધારે છે.
અનેક મિલિયન ડોલરનું નુકસાન:
અફઘાનિસ્તાનમાં 1400થી વધારે ખનીજ ક્ષેત્ર છે. જેમાં ખનીજ જેવા કે બારાઈટ, ક્રોમાઈટ, કોલસો, તાંબુ, સોનું, લોહ અયસ્ક, સીસું, પ્રાકૃતિક ગેસ, પેટ્રોલિયમ, કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થર, મીઠું, સલ્ફર મળી આવે છે. જોકે 3 ટ્રિલિયન ડોલરની કિંમતના સંસાધન હોવા છતાં આ દેશની સરકારને ખાણથી મળનારી રેવન્યૂમાં દર વર્ષે લગભગ 300 મિલિયન ડોલરનું નુકસાન થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે