હોટલમાં રજા ગાળવા આવ્યા અને વરસાદ પડ્યો તો રહેવાનું FREE! 5 સ્ટાર હોટલની મોટી ઓફર

સિંગાપુરની એક હોટલે પોતાના મહેમાનો માટે ખાસ ઓફર મૂકી છે.  વરસાદના કારણે જો તમારી રજાઓ ખરાબ થાય એવું હોય તો પોતાના મહેમાનોના એક રાત રોકાવવાનો સંપૂર્ણ ખર્ચ હોટલ પોતે ભોગવશે.

હોટલમાં રજા ગાળવા આવ્યા અને વરસાદ પડ્યો તો રહેવાનું FREE! 5 સ્ટાર હોટલની મોટી ઓફર

અનેકવાર આપણે ક્યાંક ફરવા જઈએ અને ત્યાં હવામાન બગડી જાય તો પ્લાન કેન્સલ કરવો પડે છે કે પછી પોસ્ટપોર્ન. આ બધામાં ખર્ચ બેકાબૂ થઈ જતો હોય છે. આવી સ્થિતિથી લોકોને બચાવવા માટે સિંગાપુરની એક હોટલે પોતાના મહેમાનો માટે ખાસ ઓફર મૂકી છે. 

સીએનએનના રિપોર્ટ મુજબ સિંગાપુરમાં એક ફાઈવ સ્ટાર હોટલે અનોખી ઓફર રજૂ કરી છે. વરસાદના કારણે જો તમારી રજાઓ ખરાબ થાય એવું હોય તો પોતાના મહેમાનોના એક રાત રોકાવવાનો સંપૂર્ણ ખર્ચ હોટલ પોતે ભોગવશે. નોંધનીય છે કે સિંગાપુરમાં લગભગ અડધો વર્ષ તો વરસાદ હોય છે. આવામાં આ ઓફર મોટી કહી શકાય. લાયન સિટીમાં આવેલી ઈન્ટરકોન્ટિનેન્ટલ સિંગાપુર એ સુનિશ્ચિત કરવા માટે પગલું ભરી રહી છે કે તેમના મહેમાનોની રજાઓ ન બગડે. 

હોટલના મેનેજર એન્ડ્રિયાસ ક્રેમરે સીએનએનને જણાવ્યું કે એક દિવસ હુ મિત્ર સાથે વાત કરી રહ્યો હતો કે લક્ઝરી ટ્રાવેલિંગમાં આગળ જવું યોગ્ય હશે તો તેમાંથી એકે મજાકમાં કહ્યું કે સારા હવામાનની ગેરંટી આપવી એ સૌથી મોટી લકઝરી હશે. આ સાંભળ્યા બાદ મે મારી હોટલ માટે આ ઓફર તૈયાર કરી. જો કે રેન રેસિસ્ટન્ટ બ્લિસ વીમા પેકેજમાં એક પેચ છે. 

આ પેકેજમાં એવી શરત છે કે તે ફક્ત સૂઈટમાં રહેનારા મહેમાનો માટે ઉપલબ્ધ છે. આઉટલેટ મુજબ જૂનિયર સૂઈટ માટે એક રાતનો ભાવ $633 (અંદાજે ₹ 52,000)  થી શરૂ થાય છે અને પ્રેસિડેન્શિયલ સૂઈટ માટે $3349 (લગબગ ₹2.2 લાખ) સુધી જઈ શકે છે. આ પ્રસ્તાવ માટે એક શરત એ પણ છે કે વરસાદ સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યાની વચ્ચે દિવસના અજવાળા દરમિયાન કોઈ પણ ચાર કલાકના બ્લોકની અંદર 120 સંયચી મિનિટથી વધુ હોવો જોઈએ. 

એક ઉદાહરણ દર્શાવતા હોટલ તરફથી કહેવાયું કે જો સાંજે 4 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા (90 મિનિટ) વચ્ચે અને પછી સાંજે 6 વાગ્યાથી સાંજે 6.30 (30 મિનિટ) વચ્ચે સતત વરસાદ પડે તો એક વાઉચર શરૂ થઈ જશે. હોટલે પોતાની વેબસાઈટ પર લખ્યુ છેકે રેન પ્રોટેક્શન ઈન્શ્યુરન્સ પેકેજ ખાસ કરીને જૂનિયર સૂઈટ્સ, વન બેડરૂમ સૂઈટ્સ, રોયલ સૂઈટ્સ, એમ્બેસેડર સૂઈટ્સ, અને પ્રેસિડેન્શિયલ સૂઈટ્સ માટે SGD$850++ પ્રતિ રૂમ પ્રતિ રાતથી ઉપલબ્ધ છે. જો વરસાદના કારણે તમારા પ્લાન કેન્સલ છે તો તમે એક રાતના રૂમના ભાવ પર રિબેટ વાઉચર મેળવશો. 

ઈન્ટરકોન્ટિનેન્ટલ સિંગાપુરે એમ પણ કહ્યું કે સિંગાપુરની રાષ્ટ્રીય પર્યાવરણ એજન્સી દ્વારા હવામાન પર ડેટા પ્રકાશિત થવાના સાત કાર્ય દિવસોની અંદર વાઉચર ઈશ્યુ કરવામાં આવશે. આ ઉપરાંત લોકો ઈશ્યુ થયાની તારીખથી છ મહિનાની અંદર વાઉચરનો ઉપયોગ કરી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news