બેરૂત પોર્ટ પર લાગી ભીષણ આગ, સેનાએ આગ પર ઓલવવા હેલિકોપ્ટર મોકલ્યા

બેરૂત પોર્ટ પર દર્દનાક વિસ્ફોટો (Beirut Blast)માં 180 લોકોના મોત બાદ હવે અહીં એક ગોડાઉનમાં આગ લાગી ગઇ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 

બેરૂત પોર્ટ પર લાગી ભીષણ આગ, સેનાએ આગ પર ઓલવવા હેલિકોપ્ટર મોકલ્યા

બેરૂત: બેરૂત પોર્ટ પર દર્દનાક વિસ્ફોટો (Beirut Blast)માં 180 લોકોના મોત બાદ હવે અહીં એક ગોડાઉનમાં આગ લાગી ગઇ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 

સેનાએ કથિત રીતે કહ્યું છે કે જે ગોડાઉનમાં એન્જીનનું તેલ અને વાહનના ટાયર રાખવામાં આવ્યા હતા, તે આગને ઘેરી લીધી. 

સેનાએ કહ્યું કે તે આગ પર કાબૂ મેળવવા માટે હેલિકોપ્ટર મોકલી રહી છે. કથિત રીતે આગ પોર્ટના ડ્યૂટી ફ્રી ઝોનમાં લાગી છે. 

તમને જણાવી દઇએ કે પોર્ટમાં 4 ઓગસ્ટના એક મોટો વિસ્ફોટ થયો હતો. પોર્ટ પર 2,759 ટનથી વધુ જ્વલનશીલ અમોનિયમ નાઇટ્રેટનો ભંડાર હતો. આ વિસ્ફોટ બાદ હસન દીબ (Hassan Diab)ના નેતૃત્વવાળી લેબનાન (Lebanon) સરકારને રાજીનામું આપવા માટે મજબૂર થવું પડ્યું હતું. 

— ANI (@ANI) September 10, 2020

દીબને પછી વિસ્ફોતની તપાસ કરનાર ન્યાયિક અધિકારીઓની સમક્ષ ગવાહી આપવી પડી. દીબ અને રાષ્ટ્રપતિ મિશેલ ઔનને 20 જુલાઇના રોજ સુરક્ષા એજન્સીઓ પાસેથી આ સામગ્રીના ભંડારથી ઉત્પન્ન થયેલ ખતરાને લઇને ચેતાવતી આપતો એક રિપોર્ટ પણ મળ્યો હતો, ત્યારબાદ પણ કેસમાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવી. 

આ કેસમાં અત્યાર સુધી 25 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પોર્ટના મહાનિર્દેશક હસન કોરેતેમ અને કસ્ટમ્સ ચીફ બદ્રી ડાહર સામેલ છે. 

લેબનાનની સેનાએ ગત અઠવાડિયે કહ્યું હતું કે પોર્ટના પ્રવેશ દ્વાર પર કંન્ટેનરોની અંદર 4.35 ટન અમોનિયમ નાઇટ્રેટ મળ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news