જ્યારે એક બેંક કર્મચારીની ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા ₹20000000000 કરોડ, જાણો પછી શું થયું?
જર્મનીમાં એક બેંક કર્મચારીની ભૂલને કારણે 2000 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. ત્યારબાદ બેંકએ સુપરવાઇઝરને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. હવે આ ઘટના પર જર્મનીની કોર્ટે ચુકાદો આપ્યો છે.
Trending Photos
2012માં એક જર્મન બેંકના ક્લાર્કની નાની ભૂલને કારણે 2000 કરોડ રૂપિયા ટ્રાન્સફર થવાના હતા. આ જર્મન બેંક ક્લાર્ક કામ કરતી વખતે ઊંઘી ગયો. તે દરમિયાન તેનો હાથ કીબોર્ડ પર ગયો અને ભૂલથી તેણે 222,222,222.22 યુરો ટ્રાન્સફર કરી દીધા. આ ભૂલ કેટલી મોટી હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ રકમ 2000 કરોડ રૂપિયા જેટલી હતી. જો કે, આ વ્યવહાર એક કર્મચારીના ધ્યાનમાં આવ્યો અને તેણે સમયસર તેને સુધારી લીધો. આ ઘટના એક વખતથી ફરી ઓનલાઈન ચર્ચા થઈ રહી છે.
હવે કેમ થઈ રહી છે ચર્ચા
આ ભૂલ કરનાર ક્લાર્કના સુપરવાઈઝરે પણ યોગ્ય રીતે દસ્તાવેજો તપાસ્યા વગર જ રકમ મંજૂર કરી દીધી હતી, આ ભૂલના કારણે સુપરવાઈઝરને બેંક દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. બેંકે તે કર્મચારીને ટ્રાન્ઝેક્શન યોગ્ય રીતે ચેક ન કરવા બદલ નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. પરંતુ આ સમગ્ર મામલે સુપરવાઈઝર કોર્ટમાં ગયા હતા. જેના પર જર્મનીની કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.
કોર્ટે સુપરવાઇઝરના પક્ષમાં આપ્યો ચુકાદો
જર્મનીની કોર્ટે સુપરવાઇઝરના પક્ષમાં ચુદાકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે સુપરવાઇઝરને કાઢી મુકવાનો નિર્ણય યોગ્ય નહોતો. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે તેણે એક દિવસમાં 100થી વધુ ટ્રાન્ઝેક્શનને રિવ્યૂ કરવાના હોય છે. જેમાં સમયનો દબાવ પણ રહે છે. તે દિવસે સુપરવાઇઝરે 812 દસ્તાવેજોનું રિવ્યૂ કર્યું હતું. આટલા કામ વચ્ચે સાવચેતીથી કામ કરવાની જગ્યા ખુબ ઓછી બચે છે.
કોર્ટે કહ્યું કે સુપરવાઇઝર તરફથી કરવામાં આવેલું આ કાર્ય દુર્ભાવનાપૂર્ણ નહોતું. ન ઘોર બેદરકારીનો મામલો જોવા મળી રહ્યો છે. બેંકે કહ્યું કે તેને સસ્પેન્ડ કરવાની જગ્યાએ ચેતવણી આપવાની જરૂર હતી. મહત્વનું છે કે કોર્ટે તે કર્મચારીને ફરીથી નોકરીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
ઓનલાઈન કેમ થઈ રહી છે ચર્ચા
આ ઘટના પર ઓનલાઈન ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા લોકોએ કહ્યું કે આ ઘટના બેંકની આંતરિક ખામીઓને દર્શાવે છે. બેંકના માત્ર સુપરવાઈઝરને ખોટો ગણાવવાના નિર્ણય પર પણ લોકોએ સવાલો ઉઠાવ્યા છે. તે જ સમયે, કેટલાક લોકોએ સુપરવાઇઝરને દોષ આપ્યો છે. તે કહે છે કે આ સુપરવાઈઝરનું કામ છે. અને તેઓએ તે બરાબર કરવું જોઈએ.",
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે