મહાકુંભની તડામાર તૈયારી, સાધુ-સંતોનો થશે પ્રયાગરાજમાં જમાવડો, 45 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી સંભાવના
આ દિવસોમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કુંભને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કરોડો લોકો આ આસ્થાના મહાકુંભમાં પહોંચવાના છે. યુપી સરકાર દ્વારા પણ ખાસ તૈયારી કરવામાં આવી રહી છે.
Trending Photos
પ્રયાગરાજઃ પવિત્ર મહાકુંભ આપણી સંસ્કૃતિની મોટી ધરોહર છે... અને 2025માં 13 જાન્યુઆરીથી તે શરૂ થઈ રહ્યો છે... એવામાં મહાકુંભની તૈયારીઓ તડામાર રીતે કરવામાં આવી રહી છે... આ વખતે મહાકુંભમાં 45 કરોડ લોકો આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે... તેના પગલે તૈયારીઓની સાથે સાથે સુવિધા પણ વિશેષ છે... ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભના પગલે કેવો છે માહોલ?... જોઈશું આ રિપોર્ટમાં...
આ દ્રશ્યો એટલા માટે જોવા મળશે... કેમ કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો યોજાવાનો છે... જ્યાં 24 કરોડથી વધુ સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાની ડૂબકી લગાવશે....
મહાકુંભના મેળા માટે ઉત્તર પ્રદેશમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે... જેમાં આ વખતે તરતા ઘાટ બનાવવામાં આવ્યા છે.... જેટીમાં નહાવા-કપડાં બદલવાની ખાસ સુવિધા હશે... તો શ્રદ્ધાળુઓ માટે અહીંયા 100 બેડની હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે...
12 વર્ષ પછી થનારા મહાકુંભના મેળાની તમામ તૈયારીઓ પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે ખાસ નજર રાખી રહ્યા છે... 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભમાં સ્નાનના 4 મોટા દિવસ છે....
4 દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશભરમાંથી આવશે...
અયોધ્યાથી લઈને પ્રયાગરાજ સુધી એક રિંગ રેલની પણ વ્યવસ્થા છે...
તેના માટે લગભગ 4 રિંગ રેલની વ્યવસ્થા કરવામાં આવી છે...
પ્રયાગરાજમાં કુંભ મેળા વખતે 13,000 સર્વિસ ચલાવવામાં આવશે...
1000 બેડવાળા હોસ્પિટલ પણ બનાવવામાં આવ્યા છે...
આર્મીની ટીમે પણ 2 હોસ્પિટલ તૈયાર કર્યા છે...
યોગી આદિત્યનાથ સરકારે આદેશ કર્યો છે કે મહાકુંભના વિસ્તારમાં માંસ-મદીરા પાનની તમામ દુકાનોના શટર ડાઉન થઈ જશે.. મેળા વિસ્તારમાં અત્યારથી જ સાધુ-સંતોનું આગમન શરૂ થઈ ગયું છે... તેમણે મુખ્યમંત્રી સાથે બેઠક કરીને પોતાના સૂચનો આપ્યા હતા...
હાલ તો કુંભ મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે... ત્યારે આશા રાખીએ કે 2025માં યોજાનારો કુંભ મેળો ભવ્ય અને ઐતિહાસિક રહે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે