બાળકના પેટમાંથી ડોક્ટરે નિકાળી 61 મેગ્નેટિક મણકા, X-RAY જોઇને બેભાન થઇ ગયા પેરેન્ટ્સ

Girl Child: આશ્વર્યની વાત એ છે કે આ બાળકીને ઘણા દિવસોથી ભયંકર દુખાવો થઇ રહ્યો હતો પરંતુ તે સહન કરી રહી હતી. તેણે પોતાના માતા-પિતાને આ વાત જણાવી ન હતી કે તેણે મોટી સંખ્યામાં આ નાના નાના મેગ્નેટિક બીડ ગળી ગઇ હતી. આ લખોટી તેના આંતરડા સહિત પેટમાં જમા થઇ ગયા હતા. 

બાળકના પેટમાંથી ડોક્ટરે નિકાળી 61 મેગ્નેટિક મણકા, X-RAY જોઇને બેભાન થઇ ગયા પેરેન્ટ્સ

61 Toy Magnetic Beads In Stomach: ક્યારેક-ક્યારેક ડોક્ટર્સ ઓપરેશન કરે છે તો પેટના દુખાવાના એવા કારણો સામે આવે છે કે લોકો ચકિત રહી જાય છે. આ દરમિયાન એક ખતરનાક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક ચાર વર્ષની બાળકીને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી હતી. જ્યારે એક્સરે રિપોર્ટ સામે આવ્યો તો તેને જોઇને માતા પિતા બેભાન થઇ ગયા. 

એક-એક કરીને ગળી ગઇ! 
જોકે આ ઘટના ચીનના એક શહેરની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે ચાર વર્ષની આ બાળકીએ અજાણતાં આ મેગ્નેટિક બીડને ગળી લીધું. આ તમામ નાની માળાના મોતીઓ બરાબર હતી અને તેને આ બાળકીને એક એક કરીને પોતાના મોંઢામાં ગળી ગઇ હતી. તેની અણસાર માતા-પિતાનો લાગ્યો નહી.

એક્સરે રિપોર્ટ આવ્યો સામે
થોડા દિવસ બાદ બાળકીના પેટમાં ભયંકર દુખાવો થવા લાગ્યો. ત્યારબાદ લગભગ એક મહિનાના અંતરાલ પર જ્યારે બાળકીને ડોક્ટરને બતાવવામાં આવ્યું તો તેમણે એક્સરે કરાવ્યો અને એક્સ રે રિપોર્ટ આવ્યો તો બાળકીના માતા-પિતાના હોશ ઉડી ગયા. ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીના પેટમાં નાના નાના કાંચ છે. રિપોર્ટ જોઇ ડોક્ટરોએ જણાવ્યું કે તેની સંખ્યા ખૂબ વધુ છે. 

આંતરડામાં એક ડઝનથી વધુ કાણા
ત્યારબાદ બાળકીની સર્જરીની કરવામાં આવી. સ્થિતિ એ હતી કે તેના લીધે બાળકીના આંતરડામાં એક ડઝનની વધુ કાણા થઇ ગયા હતા. જો સર્જરીમાં મોડું થાત તો આ બાળકીનો જીવ પણ જઇ શકતો હતો. ડોક્ટરોએ આ બાળકીના પેટમાં 61 મેગ્નેટિક બીડ્સ નિકાળ્યા છે. 3 કલાક સુધી ચાલેલી સર્જરી બાદ હાલ હવે તે ખતરાની બહાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news