મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતકોના મોક્ષાર્થે યજ્ઞ કરાયો, કાંતિ અમૃતિયાએ કહ્યું; 'પરિવારજનોને ન્યાય અપાવીશું'

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો તેના લીધે મૃત્યુ પામેલા લોકોના મોક્ષર્થે જુદીજુદી સંસ્થાઓ દ્વારા જુદાજુદા કાર્યકમો કરવામાં આવ્યા હતા. શુક્રવારે ઝુલતા પુલ પાસે આવેલ દરબારગઢ નજીક મચ્છુ માતાના મંદિરે મૃત્યુ પામેલા લોકોના મોક્ષર્થે મોક્ષ યજ્ઞનું આયોજન કરાયું હતું.

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતકોના મોક્ષાર્થે યજ્ઞ કરાયો, કાંતિ અમૃતિયાએ કહ્યું; 'પરિવારજનોને ન્યાય અપાવીશું'

હિમાંશુ ભટ્ટ/મોરબી: સવા મહિના પહેલા મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને તેમાં 135 લોકોના મોત નિપજ્યાં હતા. જેથી કરીને આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે શુક્રવારે મચ્છુ માતાના મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી માળીયાની વિધાનસભાની ચૂંટણીમાં બીજેતા બનેલા મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને મૃતકોના પરિવારને ન્યાય મળે તેમજ મૃતકોને મોક્ષ મળે તેના માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો તેના લીધે મૃત્યુ પામેલા લોકોના મોક્ષર્થે જુદીજુદી સંસ્થાઓ દ્વારા જુદાજુદા કાર્યકમો કરવામાં આવ્યા હતા. શુક્રવારે ઝુલતા પુલ પાસે આવેલ દરબારગઢ નજીક મચ્છુ માતાના મંદિરે મૃત્યુ પામેલા લોકોના મોક્ષર્થે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં યજમાન તરીક મોરબી પાલિકાના સ્થાનિક ચૂંટાયેલા સભ્ય સીતાબા અનોપસિંહ જાડેજા તેમજ અનોપસિંહ જાડેજા તેમજ દર્શનાબેન નલિનભાઈ ભટ્ટ અને નલિનભાઈ ભટ્ટ બેઠા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી. 

No description available.

આ યજ્ઞના આચાર્ય પદે ધર્મેન્દ્રભાઈ જોશી હાજર રહ્યા અને તેઓ શાસ્ત્રોક્ત વિધિ કરવી હતી. મોરબી માળીયાની વિધાનસભાની ચૂંટણીમાં બીજેતા બનેલા મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, હસુભાઈ પંડ્યા, મેઘરાજસિંહ ઝાલા, પ્રજ્ઞેશભાઈ વાઘેલા તેમજ પાલિકાના ચૂંટાયેલા સભ્યો, ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. 

આટલુ જ નહીં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પણ ત્યાં હાજર રહ્યા હતા અને તે તમામ લોકોએ ઝૂલતો પુલ તૂટી પડ્યો હોવાથી મૃત્યુ પામેલ લોકોના મોક્ષર્થે યોજાયેલ યજ્ઞમાં આહુતિ આપી હતી અને કાંતિભાઈ અમૃતીયએ કહ્યું હતું કે, ઝૂલતા પુલની દુર્ઘટનાના દુ:ખ સાથે ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણીનું પરિણામ આવ્યાની સાથે જ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના મોક્ષર્થે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને તે તમામ આત્માનોને મોક્ષ મળે તેમજ તેના પરિવારોને ન્યાય મળે તેના માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે, ઝુલતો પુલ તૂટ્યો હતો ત્યારે જે બચાવ કામગીરી કરી હતી, તેને મજાક બનાવવાનો ઘણા લોકો પ્રયાસ કર્યો હતો. જો કે, મતદારો અને મૃતકના પરિવારજનોએ તેને જડબાતોડ જવાબ આપી દીધો છે. તો મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયાએ કહ્યું હતું કે દુર્ઘટના સમયે કાનાભાઇ લોકોની સાથે ઊભા રહ્યા છે, એટલા જ માટે લોકોએ કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દીધું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news