ભૂખથી તરફડીને મરી ગઈ વ્હેલ, પેટમાંથી નિકળ્યું અધધધ 40 કિલો પ્લાસ્ટિક!

વ્હેલના શરીરમાંથી 40 કિલો પ્લાસ્ટિક અને બોરીઓ નિકળી છે, જેના કારણે તેની તબિયત બગડી ગઈ અને ગેસ્ટ્રિક એટેકના કારણે તેનું મોત થઈ ગયું 

ભૂખથી તરફડીને મરી ગઈ વ્હેલ, પેટમાંથી નિકળ્યું અધધધ 40 કિલો પ્લાસ્ટિક!

નવી દિલ્હીઃ પ્લાસ્ટિક અને તેનાથી બનેલી ચીજવસ્તુઓ કેટલી ખતરનાક હોઈ શકે છે તેનું ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે ફિલિપીન્સમાં સમુદ્ર કિનારે મૃત મળેલી વ્હેલ માછલીના શરીરમાંથી 40 કિલો પ્લાસ્ટિક મળી આવ્યું. માછલીના પેટમાંથી આટલા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક જોઈને હાજર દરેક જણ ચકિત રહી ગયું હતું. માછલીનું મોત ભૂખ અને પ્લાસ્ટિકના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે. 

મૃત વ્હેલ માછલીના શરીરમાંથી 40 કિલો પ્લાસ્ટિક અને બોરીઓ નિકળી હતી. જેના કારણે તેની તબિયત બગડી ગઈ અને ગેસ્ટ્રિક એટેકના કારણે તેનું મોત થયું હતું. 

ફેસબૂક પર આ સમગ્ર ઘટનાની માહિતી આપતા ડીબોન કલેક્ટર મ્યુઝિયમની ટીમે જણાવ્યું કે, સરકારે એ મતામ લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે અને ત્યાર પછી તેને ગમે ત્યાં ફેંકી દે છે. સંગ્રહાલયના સંસ્થાપક ડારેલ બ્લેચલીએ ત્યાર બાદ સીએનએનને જણાવ્યું કે, મૃત વ્હેલના પેટમાંથી જે નિકળ્યું તે જોઈને તેઓ ચકિત રહી ગયા હતા. 

મૃત વ્હેલની એટોપ્સી કરાયા બાદ જે ફોટા બહાર આવ્યા છે એ જોઈને દરેકને એ વાતનું આશ્ચર્ય થઈ રહ્યું છે કે, એક માછલી આટલું બધું પ્લાસ્ટિક ખાઈ શકે છે. મ્યુઝિયમની ટીમે જણાવ્યું કે, પ્રથમ વખત કોઈ માછલીના પેટમાંથી આટલું બધું પ્લાસ્ટિક નિકળ્યું છે. પ્લાસ્ટિક માછલીના પેટમાં આંતરડાઓમાં ચોંટી ગયું હતું, જેના કારણે તે કશું પણ ખાઈ શક્તી ન હતી. 

તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં તેમણે 61થી વધુ ડોલ્ફિન અને વ્હેલ માછલીનું પોસ્ટમોર્ટમ કર્યું છે, પરંતુ આટલા મોટા પ્રમાણમાં ક્યારેય પણ માછલીના પેટમાંથી પ્લાસ્ટિક મળ્યું નથી. આ પ્રથમ ઘટના છે જ્યારે અમને માછલીના પેટમાં આટલું બધું એટલે કે અધધધ 40 કિલો પ્લાસ્ટિક મળ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news