અર્જુને દરેક તકનો ફાયદો ઉઠાવવો પડશેઃ સચિન તેંડુલકર

સચિને મંગળવારે કહ્યું, આ આ એવું મંચ છે જ્યાં મને લાગે છે કે લોકો તમારા પર અને તમારી રમત પર નજર રાખશે.
 

અર્જુને દરેક તકનો ફાયદો ઉઠાવવો પડશેઃ સચિન તેંડુલકર

નવી દિલ્હીઃ અર્જુન તેંડુલકરને પોતાના પ્રખ્યાત ઉપનામ સાથે જોડાયેલી આશા વિશે ખ્યાલ છે પરંતુ માસ્ટર બ્લાસ્ટર ઈચ્છે છે કે ક્રિકેટમાં ઉભરી રહેલા તેના પુત્રની પાસે 'દરરોજ સવારે ઉઠીને પોતાના લક્ષ્યનો પીછો કરવાનું કારણ હોવું જોઈએ' ભલે ગમે તે સ્થિતિ હોય. ડાબા હાથના ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકર મુંબઈ અન્ડર-19નું પ્રતિનિધિત્વ કર્યા બાદ ભારત માટે અન્ડર-19 સ્તર પર બે ટેસ્ટ મેચ રમી છે. 

તે 'ટી20 મુંબઈ'ની બીજા સત્રની હરાવી માટે ઉપલબ્ધ રહેશે. સીનિયર સ્તર પર આ તેની પ્રથમ ટૂર્નામેન્ટ હશે. તેંડુલકરને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું સીનિયર સ્તર પર કરિયર શરૂ કરવાની આ યોગ્ય રીત હશે તો તોમણે કહ્યું કે, આ એવી તક છે જેનો અર્જુને ફાયદો ઉઠાવવો પડશે. 

સચિને મંગળવારે કહ્યું, આ આ એવું મંચ છે જ્યાં મને લાગે છે કે લોકો તમારા પર અને તમારી રમત પર નજર રાખશે. જો તમે સારૂ પ્રદર્શન કરો તો વિશ્વના શિખર પર હશો. સચિનને લાગે છે કે અર્જુન તેંડુલકરને જો સફળતા ન મળે તો તેની માટે તકો પૂરી થઈ જશે નહીં. તેનાથી તે વધુ મજબૂત બનશે. 

તેમણે કહ્યું, મારા માટે તે જરૂરી છે કે, અર્જુન ક્રિકેટને લઈને ઝનૂની રહે અને આ રમત સાથે તેનો લગાવ બન્યો રહે. આ દરમિયાન સારો અને ખરાબ સમય આવશે. તેની પાસે દરેક સવારે પોતાના સપનાની પાછળ ભાગવાનું કારણ હોવું જોઈએ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news