જે વિસ્તારોમાં કૂતરાનો ભયંકર ત્રાસ હતો, હાઈકોર્ટે ત્યાંના 2 MPAs ને સસ્પેન્ડ કરી નાખ્યા
કૂતરા રહીશોનું જીવન દોઝખ બનાવતા હતા, બટકા ભરતા હતા, તેમના અસહ્ય ત્રાસથી લોકો ત્રાહિમામ હતા. હાઈકોર્ટે તે વિસ્તારોના MPAs ને સસ્પેન્ડ કરી નાખ્યા.
Trending Photos
ઈસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan) ના સૂબા સિંધની અસેમ્બલીના બે સભ્યો Members of Provincial Assembly (MPA) ને એક એવા કારણે સસ્પેન્ડ કરાયા કે જાણીને તમને નવાઈ લાગશે. આ બે સભ્યોને સસ્પેન્ડ કરાયા કારણ કે તેઓ પોતાના વિસ્તારોમાં કૂતરા (Dogs) ના ત્રાસથી લોકોને બચાવવાની મુહિમની નિગરાણી ગંભીરતાથી કરતા નહતા. અસેમ્બલીના સભ્યોના સસ્પેન્શનનો ઓર્ડર સિંધ હાઈકોર્ટની 2 સભ્યોની બેન્ચે આપ્યો છે. આ બેન્ચમાં જસ્ટિસ આફતાબ અહેમદ અને જસ્ટિસ ફહીમ સિદ્દીકી સામેલ હતા.
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે મેમ્બર્સ ઓફ અસેમ્બલી પોતાના વિસ્તારના લોકોને સગવડ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગયા છે. આ સાથે જ કોર્ટે અન્ય જિલ્લાના મેમ્બર્સને પણ કહ્યું કે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.
આ અગાઉ સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું હતું કે કૂતરાના બચકા ભરવાની ઘટના સાથે સભ્યોને કોઈ લેવાદેવા નથી. જેના પર કોર્ટે કહ્યું કે અમને ખબર છે, અમારું મોઢું ન ખોલાવો તો સારું રહેશે. લોકોની સુરક્ષા કરવી એ Members of Provincial Assembly (MPA) ની જવાબદારી છે. કોર્ટે કહ્યું કે અમને ખબર છે કે આ ઓફિસર ફંડથી કોને કમિશન અપાય છે.
એટલું જ નહીં કોર્ટે એમ પણ કહ્યું કે કૂતરાના બટકા ભરવાની ઘટના જે વિસ્તારમાં ઘટી ત્યાં એમપી સેનેટ ચૂંટણી દરમિયાન મત પણ નાખી શકશે નહીં. આ સાથે જ ઘટના ઘટનારા વિસ્તારના અધિકારીઓના પગાર પણ બંધ થાય અને સરપ્લસમાં રાખવામાં આવે. જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમના નામ ફર્યાલ તાલપુર અને મલિક અસદ સિકંદર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે