દુબઈ રહેણાંક મકાનમાં ભીષણ આગ; 16 લોકોના મોત, કેરળના દંપતી સહિત 4 ભારતીયો સામેલ

દુબઈના એક રહેણાંક મકાનમાં આગ લાગવાને કારણે ચાર ભારતીયો સહિત કુલ 16 લોકોના મોત થયા છે. દુબઈમાં ભારતના વાણિજ્ય દુતાવાસે ચાર ભારતીયોના મોતની પુષ્ટિ કરી છે. 
 

દુબઈ રહેણાંક મકાનમાં ભીષણ આગ; 16 લોકોના મોત, કેરળના દંપતી સહિત 4 ભારતીયો સામેલ

દુબઈઃ સંયુક્ત અરબ અમીરાત (UAE) માં દુબઈની એક રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાથી 16 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કેરલના એક દંપતી સહિત 4 ભારતીય સામેલ છે. અધિકારીએ રવિવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે દુબઈના સૌથી જૂના વિસ્તારમાંથી એક અલ-રાસમાં સ્થિત ઇમારતના ચોથા માળ પર આગ લાગી અને પછી અન્ય વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. અધિકારીઓ પ્રમાણે દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા અને 9 લોકો દાઝી ગયા છે. દુબહઈમાં સ્થિત ભારતીય દૂતાવાસે દુર્ઘટનામાં ચાર ભારતીયોના મોતની પુષ્ટિ કરી છે. 

ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં સીનિયર અધિકારી બિજેન્દ્ર સિંહે જણાવ્યુ- મૃતકોમાં રિજેશ કલંગદાન (38), તેની પત્ની જેશી કંદમંગલથ (32), ગુડ્ડૂ સલિયાકુંડુ (49) અને ઇમામકાસિમ અબ્દુલ ખદેર (43) સામેલ છે. તેમણે કહ્યું કે તેના પાસપોર્ટની કોપી એક ભારતીય સામાજિક કાર્યકર્તાના માધ્યમથી પ્રાપ્ત થઈ છે. અમે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને સમર્થન માટે પહોંચનારા સામાજિક કાર્યકર્તા અને અન્ય લોકોનો આભાર માનીએ છીએ. અમે તેના મૃતદેહને પરત લાવવા માટે સ્થાનીક અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ. 

મૃતક ભારતીયોને ઓળખ થઈ
સિંહે કહ્યુ- અમે અત્યાર સુધી ઇમારતમાં કામ કરનાર તમિલનાડુના બે પુરૂષો અને કેરલના કપલ સહિત 4 ભારતીયો, 3 પાકિસ્તાની ભાઈઓ અને એક નાઈજીરિયન મહિલાની ઓળખ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે દુબઈ સિવિલ ડિફેન્સ ઓપરેશન રૂમને શનિવારે બપોરે આશરે 12.35 કલાક આગ લાગવાની માહિતી મળી હતી. ત્યારબાદ દુબઈ સિવિલ ડિફેન્સ મુખ્યાલયના એક દળે ઘટનાસ્થળે પહોંચીને ઇમારતમાં રહેતા લોકો માટે બચાવ અભિયાન શરૂ કર્યું. તેમણે જણાવ્યું કે પોર્ટ સઈદ ફાયર સ્ટેશન અને હમરિયાહ ફાયર સ્ટેશનના દળને પણ બોલાવવામાં આવ્યું હતું. 

ક્રેનની મદદથી લોકોના જીવ બચાવવામાં આવ્યા
ગલ્ફ ન્યૂઝના સમાચાર અનુસાર આગ પર બપોરે 2.42 કલાકે (સ્થાનીક સમયાનુસાર) કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. અહેવાલમાં કહેવામાં આવ્યું કે આશરે બપોરે 3 કલાકે સિવિલ ડિફેન્સની ટીમે ક્રેનની મદદથી ત્રીજા માળે રહેલા લોકોને બચાવ્યા હતા. દુબઈ સિવિલ ડિફેન્સના પ્રવક્તાએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ઇમારતમાં પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા નહોતી. પ્રવક્તાએ કહ્યું કે, અધિકારી આગ લાગવાના કારણોની તપાસ કરી રહ્યાં છે, જેથી એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી શકે. તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news