સંસદમાં આજે ફરી થશે ઘમાસણ? ભાજપ-કોંગ્રેસ બંન્નેએ જાહેર કર્યું વ્હિપ

સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે રાફેલ મુદ્દાને લઈને જંગ ચાલી રહ્યો છે. સંસદની બહાર પણ ટ્વીટર પર રક્ષા પ્રધાન અને રાહુલ ગાંધી વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ હતી. 
 

સંસદમાં આજે ફરી થશે ઘમાસણ? ભાજપ-કોંગ્રેસ બંન્નેએ જાહેર કર્યું વ્હિપ

નવી દિલ્હીઃ રાફેલ મુદ્દાને લઈને સંસદના શિયાળુ સત્રમાં ગરમા-ગરમી ચાલુ છે. કોંગ્રેસ સતત આ મામલામાં સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે તો સરકારના મંત્રી પણ પલટવાર કરી રહ્યાં છે. સોમવારે લોકસભામાં ફરી આ મુદ્દો ગાજી શકે છે. કોંગ્રેસ અને ભાજપ બંન્નેએ ત્રણ લાઇનનું વિપ જાહેર કરીને પોતાના સાંસદોને ગૃહમાં હાજર રહેવાની સૂચના આપી છે. 

રાફેલ ડીલ પર શુક્રવારે લોકસભામાં ચર્ચા દરમિયાન રક્ષા પ્રધાન નિર્મલા સીતારમને દાવો કર્યો હતો કે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને સરકાર તરફથી એક લાખ કરોડ રૂપિયાના પ્રોક્યૂરમેન્ટ ઓર્ડર પાઇપલાઇનમાં છે. હવે બે દિવસ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રક્ષાપ્રધાનને પડકાર આપ્યો કે, તેઓ આ દાવાને સાબિત કરવા માટે સોમવારે સંસદમાં દસ્તાવેજ રજૂ કરે કે રાજીનામું આપે. 

કોંગ્રેસ અને ભાજપના શાબ્દિક જંગ વચ્ચે હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડે રવિવારે કહ્યું કે, 83 હળવા લડાકુ વિમાનો અને 15 હળવા લડાકુ હેલીકોપ્ટરોનો ઓર્ડર હજુ અંતિમ ચરણમાં છે અને તેના નાણાકિય સ્થિતિના સુધારની સંભાવનાઓ છે. એચએએલે તે પણ કહ્યું કે, તેણે પોતાના હાલની જરૂરીયાતો પૂરી કરવા માટે 962 કરોડ રૂપિયાનું ઓવરડ્રાફ્ટ (બેન્ક પાસેથી નાણા લેવા) લીધો હતો. 

એચએએલે એક ટ્વીટમાં કહ્યું, એચએએલને લઈને મીડિયામાં આવેલા વિભિન્ન સમાચારોને ધ્યાનમાં રાખીને તે સ્પષ્ટ કરવામાં આવે છે. એચએએલે 962 કરોડ રૂપિયાનો ઓવરડ્રાફ્ટ લીધો છે. માર્ચ સુધી અનુમાનિત સંગ્રહથી રોકડની સ્થિતિમાં સુધાર થઈ શકે છે. એલસીએ મૈક1એ (83) અને એલસીએચ (15) અંતિમ ચરણમાં છે. કંપનીએ આ ટ્વીટ તે સમયે કહ્યું જ્યારે મીડિયામાં તેવા સમાચાર આવ્યા કે, તે નાણાકિય સંકટથી ઘેરાયેલી છે. પોતાના કર્મચારીઓનો પગાર ચુકવવા માટે પણ દેવું કરવું પડ્યું છે. 

રાહુલ ગાંધીએ રક્ષા પ્રધાન પર સંસદમાં ખોટુ બોલવાનો આરોપ લગાવ્યો હતો. તેના પર નિર્મતા સીતારમને જવાબ આપતા કહ્યું કે, રાહુલે ટાઇમ્સ ઓફ ઈન્ડિયાનો તે રિપોર્ટને વાંચવો જોઈએ જેનો તેઓ ઉલ્લેખ કરી રહ્યાં છે. તેમણે ટ્વીટમાં ટીઓઈા રિપોર્ટના એક ભાગનો પણ ઉલ્લેખ કર્યો જેમાં લખ્યું હતું, પરંતુ લોકસભાનો રેકોર્ડ દર્શાવે છે કે સીતારમને તે દાવો નથી કર્યો કે ઓર્ડરો પર સહી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, તેના પર કામ ચાલી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news