માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY
એશિયાના સૌથી શક્તિશાળી એવા બે દેશ ભારત અને ચીનના મજબૂત નેતાઓ ફરી એકસાથે આવશે. તમિલનાડુના મહાબલિપુરમમાં શી જિનપિંગ અને પીએમ મોદીની મુલાકાતને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 2014માં પહેલીવાર પીએમ બન્યા ત્યારે દિલ્લીની બહાર અમદાવાદમાં પહેલીવાર મુલાકાત કરી હતી. અને હવે 2019માં બીજીવાર પીએમ બન્યા પછી મહાબલિપુરમમાં મુલાકાત ગોઠવવામાં આવી છે.