મતદાન કરવાની એક્સાઇટમેન્ટમાં નોઇડાથી બુલેટ લઇ ધનબાદ પહોંચી યુવતી

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ઝારખંડમાં પણ મતદાન ચાલી રહ્યું છે. સવારથી મતદાન કેન્દ્રો પર મોટી સંખ્યામાં ભીડ જામી છે. આજે થઈ રહેલા મતદાનમાં નવા વોટર્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત મતદાન કરનાર મતદાતા સવારથી જ પોલિંગ બૂથ પર લાઇનમાં લાગી ગયા છે. આ ક્રમમાં ઉત્તર પ્રદેશના નોઇડાથી બુલેટ ચલાવી યશોદા દુબે નામની એક યુવતી પોતાનો મત આપવા ધનબાદના સિન્દરીમાં પહોંચી છે. તમને જણાવી દઇએ કે, યશોદાએ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કર્યું છે.

Trending news