જૂનાગઢ: કેશોદના ફૂવારા ચોક પાસે પાણીની પાઈપમાં ભંગાણ

કેશોદના ફુવારા ચોક નજીક પાણીની લાઈનમાં ભંગાણ થયું છે. આર.સી.સી રોડ કામ દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું. ભંગાણ થતા હજારો લીટર પાણીની રેલમછેલ જોવા મળી હતી. વહેલી સવારથી પાણીનો બગાડ થઇ રહ્યો હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. કેશોદના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે તંત્રની બેદરકારીથી પાણીનો બગાડ થઈ રહ્યો છે.

Trending news