બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ, ખેડૂતોને ભારે નુકસાન
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ, સુઇગામ અને થરાદમાં ભારે પવન સાથે પડેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ગઈકાલે પડેલ પવન અને કરા સાથે પડેલ કમોસમી વરસાદના કારણે એરંડા, કપાસ અને જુવારમાં ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે એરંડાના પાકમાં ઈયળો પડી જતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.