થરાદના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

બનાસકાંઠાના દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા બાદ હવે થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. પત્રમાં જિલ્લામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરાઈ હતી. દિયોદર, લાખણી અને થરાદમાંથી પસાર થઈ સુજલામ સુફલામ કેનાલ શોભના ગાંઠીયા સમાન બની ગઈ હોવાનો ગુલાબસિંહ રાજપૂતે આક્ષેપ કર્યો હતો. કરોડોનો ખર્ચ કર્યો હોવા છતાં થરાદ, લાખણી અને દિયોદરના ખેડૂતોને સુજલામ સુફલામ કેનાલનો લાભ મળતો નથી.

Trending news