સુરતમાં લોકોએ અવારનાર થઈ રહેલા અકસ્માતોને કારણે રસ્તા પર કર્યું ચક્કાજામ

સુરતના કામરેજના વલથાણા ચોકડી નજીક માંકણા ગામના લોકોએ ચક્કાજામ કર્યો છે. ચક્કાજામના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. અકસ્માતમાં બે યુવાનના શંકાસ્પદ મોત થયા ગ્રામજનોએ શ્રધ્ધાંજલિ આપી ઓવરબ્રિજ બનાવવાની માગ સાથે ચક્કાજામ કર્યો. ગ્રામજનો કામરેજ મામલતદાર અને પોલીસને આવેદનપત્ર આપશે. અને અકસ્માત થતી જગ્યા પર ઓવરબ્રિજ બનાવવાની માગ કરશે.

Trending news