સમાચાર ગુજરાત: અમેરિકાથી સીધા અમદાવાદ આવશે ટ્રંપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમદાવાદની મુલાકાત બહુ જ ખાસ બની રહેવાની છે, તેથી આ મુલાકાત પર સૌની નજર છે. ત્યારે અમેરિકન ડેલિગેશનનું પહેલું વિમાન અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યું છે. સુરક્ષા સાધનો અને જરૂરી સામાન લઈને અમેરિકાથી વિશેષ વિમાન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું છે. આ સાથે જ અમેરિકી સ્નાઈપર અને ફાયર સેફટી સિસ્ટમ, સ્પાય કેમેરા અને મરીન કમાન્ડોથી જોડાયેલી સુરક્ષા સામગ્રી અમદાવાદ લાવવામાં આવી છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહેલું વિમાન અમદાવાદ પહોંચ્યું છે.

Trending news