સમાચાર ગુજરાત: અમદાવાદમાં કોરોનાનો વધુ એક શંકાસ્પદ કેસ
વિશ્વ સહિત ભારતમાં કોરોના વાયરસનો કહેર જારી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને અપીલ કરી હતી. સીએમે કહ્યું કે, વિશ્વના 140થી વધુ દેશોમાં અતિ ઝડપે આ રોગનો વાયરસ ફેલાયો છે. ભારતમાં પણ કોરોના વાયરસ જોવા મળ્યો છે પણ ગુજરાતમાં આરોગ્ય વિભાગની સતર્કતા અને સરાહનીય પગલાંઓ અને જનતા જર્નાદનની જાગરુકતાથી ઝિરો પોઝિટિવ કેસ છે.