કલમ 370 હટાવવા મુદ્દે કોંગ્રેસના નેતા સૈફુદ્દીને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

કોંગ્રેસના કાશ્મીરી નેતા સૈફુદ્દીન સોજે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે જો કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 હટી જશે તો કાશ્મીરનો સંબંધ ભારત સાથે ખતમ થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે સમજમાં નથી આવતું કે કાશ્મીરમાં આટલા મોટા પાયે સેનાની તહેનાતી કેમ કરવામાં આવી રહી છે? આટલી જરૂર જ નથી. તેનાથી  કાશ્મીરના લોકો ચોંકી જાય છે. તેમણે કહ્યું કે 35A ખતમ થતાની સાથે જ કલમ 370 આપોઆપ ખતમ થઈ જશે. 

Trending news