ટેકાના ભાવે ખરીદી: રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક થઈ છે. ભારે આવકના પગલે ભાવ ઘટે તેવી શક્યતા છે. યાર્ડમાં મોટા પ્રમાણમાં માલના ભરાવા બાદ ગઇકાલથી મગફળીની આવકો બંધ કરવામાં આવી છે. સરકાર મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરશે તો ખેડૂતોને સારા ભાવ મળી શકે છે. બમ્પર ઉત્પાદન બાદ મગફળીની નિકાસ કરવી જરૂરી છે. સરકાર નિકાસ માટે છૂટ આપે તો ખેડૂતોને સારા ભાવ મળશે. સિંગદાણા અને તેલની નિકાસ થઈ શકે છે. યાર્ડમાં ખેડૂતોને 650 થી 950 સુધી મળી રહ્યા છે મગફળીના ભાવ.

Trending news