રાજ્યમાં હળવા વરસાદની આગાહી, અહીં પડી શકે છે વરસાદ
પ્રાપ્ત વિગત પ્રમાણે બંગાળ પર લો પ્રેશર સર્જાયું છે, આ સિસ્ટમ હવે ગુજરાત તરફ ફંટાઇ રહી છે, આથી હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. સાથે જ જણાવાયું છે કે હજુ 13થી 15 ઓગસ્ટના ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 ઓગસ્ટના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે.