પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે છોટાઉદેપુર નગરપાલિકાનો અનોખો પ્રયોગ

પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાના પ્રધાનમંત્રીના અભિયાનને લઈ છોટાઉદેપુર નગરપાલિકાએ નવતર અભિગમ અપનાવ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરા સામે નાગરિકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની ભેટ આપી પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાનો પ્રયાસ કરાયો છે. જેને કારણે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. લોકો પ્લાસ્ટિક આપીને તેના બદલામાં ડુંગળી, તેલ, દાળ-ચોખા જેવી વસ્તુઓ ઘરે લઈ જઈ રહ્યાં છે.

Trending news