યાત્રાધામ બહુચરાજી સહિત ઉત્તરના અનેક વિસ્તારમાં કરા પડ્યા

કમોસમી વરસાદ(Unseasonal Rain) ગુજરાતમાંથી(Gujarat) જાણે કે જવાનું નામ જ લેતો નથી. આ વર્ષે ચોમાસાની સિઝન (Rainy Season) લંબાયા પછી પણ હજુ દર 15-20 દિવસે રાજ્યમાં કોઈ ને કોઈ કારણસર કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાજ્યના ખેડૂતો(Farmer) પણ હેરાન પરેશાન થઈ ગયા છે. ગુરૂવારે પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદે ખેડૂતોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. કારણ કે, હાલ ખેડૂતોએ રવિ પાકનું વાવતર કરી દીધું છે અને ખેતરોમાં પાક જમીનમાંથી બહાર આવવા લાગ્યો છે. ખાસ કરીને આ વરસાદના કારણે જીરું, એરંડા, રાયડા અને કપાસના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Trending news