તોતડા માતાની અનોખી પલ્લી

નવરાત્રી એટલે મા આદ્ય શક્તિની આરાધના. શહેરના કાલુપુરમાં આવેલી રાજા મહેતાની પોળમાં વર્ષોથી તોતડા માતાજીની પલ્લી નીકળવામાં આવે છે. અહિયાના સ્થાનિક લોકોની માન્યતા છે કે તોતડા માતાની પલ્લી અને મંદિરમાં આજના દિવસે પૂજા અર્ચના કરવાથી તોતડું બોલતા લોકોની બાધા પુરી થઈ જાય છે. સ્થાનિક લોકો સિવાય અહીંયા અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના લોકો અહીંયા અચૂક આવે છે અને માતાજીની પૂજા અને અર્ચના કરે છે.

Trending news