નીતિન પટેલની ખેડૂતો માટે મહત્વની જાહેરાત, પિયતની સુવિધા વધુ ૨૦ દિવસ સુધી અપાશે
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કિસાનોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતોને સહાય રૂપ થવા અનેકવિધ નિર્ણયો કર્યા છે. ત્યારે ચાલુ સીઝનમાં ખેડૂતોને પાક બચાવવા માટે નર્મદા યોજના અને કડાણા યોજનામાંથી સિંચાઇ માટે અપાતું પાણી વધુ ૨૦ દિવસ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.