કરજણ ડેમમાંથી પાણી છોડાતા કયા ગામના પાકને પહોંચ્યું નુકસાન? જુઓ 'ગામડું જાગે છે'
ભારે વરસાદ બાદ નર્મદા જિલ્લામાં પાણી તો મળ્યું પણ વધુ પડતું પાણી મુસીબત લઈને આવ્યું છે. આવુજ કંઈ થયું છે. નર્મદાના નાંદોદના હજરપુરા ગામમાં. જ્યાં 200 એકર જમીનમાં પાણી ફરી વળતા 10થી 12 ફૂટ ઉંચી કેળ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેતરોમાં વધુ પડતા પાણીના કારણે મોંઘાદાટ ટિશ્યૂ અને બિયારણ માથે પડ્યા છે. કેળના છોડને મોટા પાયે નુક્સાન થઈ ગયું છે. ખેડૂતો ફરિયાદ કરી રહ્યાં છે કે જો કરજણ ડેમમાંથી 85 હજાર ક્યુસેક પાણી એક સાથે છોડાયું એના કરતાં ઓછું અને ધીમે ધીમે છોડ્યું હોત તો, કદાચ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો ના આવ્યો હોત.