મુસ્લિમ બિરાદરો દ્વારા પગપાળા જતા હિન્દૂ શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવ્યું ખાસ આયોજન, જુઓ વીડિયો

ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે લાખો માઈ ભક્તો માં અંબેના દર્શન માટે પગપાળા અંબાજી પહોંચ્યા છે. પગપાળા આવતા ભક્તોની સેવા માટે રસ્તામાં અનેક કેમ્પ ખોલવામાં આવે છે. ત્યારે આ વખતે દાંતાના પુજપુર ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા પગપાળા જતા હિન્દૂ લોકો માટે સેવા કેમ્પ ખોલીને કોમી એકતાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું. પુજપુર ગામના મુસ્લિમ બિરાદરોએ ધર્મનો ભેદભાવ રાખ્યા વગર જ અંબાજી પગપાળા જતા હિન્દૂ લોકો માટે સેવા કેમ્પ ખોલ્યા. જેમાં ચા, પાણી અને નાસ્તાની સગવડ ઉભી કરવામાં આવી.

Trending news