મોદી સરકારનું મહત્વનું પગલું, રામ જન્મભૂમિ મુદ્દે સુપ્રીમમાં કરી અરજી
અયોધ્યા વિવાદ પર કેન્દ્રની મોદી સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમાં મોદી સરકારે કહ્યું કે 67 એકર જમીન સરકારના હસ્તગતની હતી. તેના પર સુપ્રીમ કોર્ટે પરિસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો છે. સરકારનું કહેવું છે કે જમીન વિવાદ માત્ર 2.77 એકરનો છે, પરંતુ બાકીની જમીન પર કોઇ વિવાદ નથી. એટલા માટે તેના પરથી યથાસ્થિતિ જાળવી રાખવાની જરૂરીયાત નથી. સરકાર ઇચ્છે છે કે જમીનનો કેટલોક ભાગ રામ જન્મભૂમિ ટ્રસ્ટને આપવામાં આવે અને સુપ્રીમ કોર્ટ પાસે તેની મજૂરી માગી છે.