કચ્છ પાસે દરિયો તોફાની બનવાની અપાઇ ચેતવણી, NDRFની ટીમ કરાઇ તૈનાત

કચ્છમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દેખાવા લાગી છે. લો પ્રેશરથી હિકા નામનું વાવાઝોડું ઓમાન તરફ ધપી રહ્યું છે, જેની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. હિકાને કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળવાની ચેતવણી અપાઈ છે. જખો બંદરની 100 બોટ હજુ પણ દરિયામાં છે. કચ્છમાં કંડલા સહિતના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. દરિયો તોફાની બનવાના પણ એંધાણ છે. ત્યારે એનડીઆરએફની એક ટીમ કચ્છમાં તૈનાત કરાઈ છે.

Trending news