બનાસકાંઠા નજીક 14 કિ.મી. ઘેરાવાવાળું તીડનું ટોળું, પાકને કરી શકે છે નુકાસન
ગુજરાતના ઉત્તર ભાગમાં તીડનો આતંક (Loctus attack) યથાવત છે. અંદાજે 14 કિલોમીટરના ધેરાવવાળુ તીડનું ટોળું બનાસકાંઠાના માથા પર મંડરાઈ રહ્યું છે. આ તીડ ખેડુતોના ઉભા પાકને પારાવાર નુકસાન કરી ચૂક્યા છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં તીડનો આતંક વધ્યો છે. તીડને ભગાડવા ખેડૂતો અવનવા પ્રયાસો કરી રહ્યાં છે. તીડના આક્રમણથી ખેડૂતોને મોટું નુકસાન વેઠી રહ્યાં છે, ત્યારે તીડને અટકાવવા સરકારની ટીમ કામે લાગી છે. વર્ષો બાદ આ વર્ષે ગુજરાતમાં તીડ આવ્યા પાછળનું એક ચોક્કસ કારણ છે. ત્યારે આ કારણ એક્સપર્ટસની નજરે જાણીએ...