વાત્રકના જળાશયની કેનાલમાં મોટું લીકેજ, લાખો લીટર પાણીનો વ્યય
ધનસુરના સુકા વાંટડા પાસે કેનાલ (Canal)માં લીકેજ(Leakage)ની સમસ્યા ઉભી થઈ છે. વાત્રક (Vatrak)જળાશયની જમણા કાંઠાની કેનાલમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો વ્યય થયો છે. આ પાણીનો વ્યય થતા આસપાસના લોકોમાં લિકેજનું સમારકામ કરવાની માંગણી થઈ રહી છે.