કુલભૂષણ યાદવ કેસનો ચુકાદો, ICJમાં ભારતની મોટી જીત
કુલભૂષણ જાદવ કેસમાં આજે ચુકાદો આવશે. હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટ આ મામલે ચુકાદો આપશે.હાલ કુસભૂષણ જાદવ પાકિસ્તાનના કબજામાં છે. અને પાકિસ્તાની સૈન્ય કોર્ટે મોતની સજા ફટકારી છે. અને ફેબ્રુઆરીમાં બંને દેશોએ પક્ષ રાખ્યો હતો. ભારતે અપીલ કરતાં ICJએ મોતની સજા રોકી હતી. ત્યારે આજે ભારતીય સમય પ્રમાણે સાંજે 6 કલાકે કુલભૂષણ મામલે ચૂકાદો આવી શકે છે. અત્યાર સુધીના ઘટનાક્રમને જોઈએ તો એપ્રિલ 2017માં પાકિસ્તાનની સૈન્ય કોર્ટમાં કુલભૂષણ જાદવને મોતની સજા ફટકારી હતી. જેમાં વિએના સંધિનો ભંગ થતો હોવાનો મુદ્દો ઉઠાવી ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં મામલાને પડકાર્યો હતો.બાદમાં મેમાં જ આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણને મોતની સજા પર રોક લગાવી દીધી હતી. બાદમાં ડિસેમ્બર 2017માં કુલભૂષણના પત્ની અને માતા તેને પાકિસ્તાનમાં જઈને મળ્યાં હતાં. ત્યાર બાદ ચાલુ વર્ષે 18મીથી 21 ફેબ્રુઆરી સુધીમાં ભારત અને પાકિસ્તાન બંનેએ હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટમાં દલીલ કરી હતી.