જામનગરઃ હાઈવે પર સલ્ફર ભરેલા ટેન્કરે પલટી મારી

જામનગર બાયપાસ પાસે હાઈવે પર મોલ્ટન સલ્ફર ભરેલા ટેન્કરે પલટી મારી છે. ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં સલ્ફરનો જથ્થો હાઈવે પર ઢોળાયો. અતિ જ્વલનશીલ પદાર્થ હાઈવે પર પડ્યો હોવાથી દોડધામ મચી ગઈ. દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. સલ્ફર ભરેલું ટેન્કર પલટતાં હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી. જેને નિયંત્રણમાં લેવા માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ટ્રાફિક જામમાંથી વાહનચાલકોને મુક્તિ અપાવી.

Trending news