આજે ડોક્ટરોની દેશવ્યાપી હડતાળ, જુઓ શું છે મામલો
બંગાળમાં ડોકટર પર થયેલા હુમલા બાદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ડૉક્ટરોની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે, દેશવ્યાપી હડતાળને ગુજરાતના ડૉક્ટરોએ પણ સમર્થન આપ્યુ છે. 24 કલાક માટે તમામ OPDની સેવાઓ બંધ રહેશે, જ્યારે હડતાળની વચ્ચે ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. ગુજરાતના ડોક્ટરો હડતાળમાં જોડાશે તો દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.