3500 KM દૂર હવામાં ખાક થઈ જશે દુશ્મન, ભારતે મેળવી વધુ એક સિદ્ઘી
ભારતે એટમી હુમલો કરવામાં સક્ષણ બૈલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. રવિવારે આંધ્ર પ્રદેશના તટથી 3500 કિલોમીટરની મારક ક્ષમતા વાળી K-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સબમરીન મિસાઇલને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ તૈયાર કરી છે. આ મિસાઇલને ભારતીય નૌસેનાના સ્વદેશી આઈએનએસ અરિહંત-શ્રેણીના પરમાણુ સંચાલિત સબમરીન પર તૈનાત કરવામાં આવશે.