ગુજરાતમાં આ સ્થળે કરાઈ હતી ભગવાન કૃષ્ણની બાબરીની વિધિ
મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિર પરિસરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં માઈ ભક્તો દ્વારા પોતાના કુળ દીપકની માથાની લટ આપવાની પ્રથા છે. જેને ચૌલ ક્રીયા કહેવામાં આવે છે. કહેવાય છે કે, માં બહુચરના મંદિરમાં ભગવાન કૃષ્ણની પણ બાબરી ઉતરવામાં આવી હતી. માથાના વાળ ઉતાર્યા બાદ મંદિર પરિસરને તે વાળમાંથી 7 થી 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક થાય છે.