ભૂજમાં માસિક ધર્મને મામલે કપડા ઉતારવાની ઘટનામાં મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા
ભુજની સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટ્યુટમાં વિદ્યાર્થિનીઓના માસિક ધર્મને લઈને સામે આવેલા વિવાદ બાદ ટ્રસ્ટીઓએ તાકીદની બેઠક બોલાવી છે. ટ્રસ્ટની તપાસ દરમિયાન પ્રિન્સિપાલે આ ઘટના બની હોવાનું સ્વીકાર્યું છે. બેઠકમાં આ મામલે મહત્વના નિર્ણયો લેવામાં આવશે. સાથે વાલીઓને સંતોષ થાય તે રીતે પગલાં ભરવામાં આવશે. જવાબદાર વ્યક્તિને સંસ્થામાંથી બરતરફ કરવામાં આવે તેવી પણ સંભાવના છે. તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ, આ મામલે મહિલા આયોગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને જિલ્લા પોલીસ વડા પાસે પણ જવાબ માગ્યો છે.