ગૃહમંત્રી આજે ગુજરાતમાં, સાયન્સ સિટી રોડ પર કાર્યક્રમમાં હાજરી આપશે

હાલ દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. સીએમ રૂપાણી સહિત જીતુ વાઘાણી સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. કલમ 370 દૂર કર્યા બાદ અમિત શાહનો આ પહેલો ગુજરાત પ્રવાસ છે જેને લઇને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈ-બસોને જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે. કુલ 50 ઈલેક્ટ્રીક બસોને ગ્રોસ કોસ્ટમોડલ પર લેવામાં આવનાર છે. આ તમામ બસો કુલ 5૦ મુસાફરોની ક્ષમતાવાળી મીડી એસી બસ છે.

Trending news