ગીર: જુઓ સિંચાઈ વિભાગની નીતિ સામે ખેડૂતો કેમ રોષે ભરાયા

ગીરમાં હિરણ 2 ડેમમાં ઉદ્યોગોનો પાણીકાપ હટાવતા ખેડૂતો રોષે ભરાયા છે.તાલાલા વેરાવળનાં 23 ગામમાં ખેડૂતો સિંચાઇના પાણી માટે માગ કરી રહ્યા છે. એવામાં સિંચાઇ વિભાગે ઉદ્યાગોને પાણી આપવાનો નિર્ણય કરતા ખેડૂતોમાં ખળભળાટ મચ્યો છે. ઇન્ડિયન રેયોન અને GHCL પર પાણીકાપ મુકાયો હતો. સિંચાઇ વિભાગની નીતિ સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતોએ 23 ગામમાં સિંચાઇનું પાણી છોડવા માટે રજૂઆત કરી છે.અને જો ખેડૂતોની માગ નહિં સ્વીકારાય તો હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી આપી છે.

Trending news