રૂપાલની જગવિખ્યાત પલ્લીમાં ઊમટ્યું માનવ મહેરામણ

ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે માતા વરદાયિનીની ભવ્ય પલ્લી યોજાઇ. દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂપાલની જગવિખ્યાત પલ્લીમાં લાખો લોકો ઉમટી પડ્યા. અંદાજે 10 લાખ લોકો દર્શનાર્થે ઉમટ્યા હોવાનો અંદાજ છે. તો રૂપાલ ગામે શુદ્ધ ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી. લગભગ ચાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીનો ચઢાવો થયો. અને હજુ પૂનમ સુધી લોકો ઘી ચઢાવશે. માતાજીની પલ્લી આખા ગામમાં ફરે છે. અને લગભગ 27 ચોકઠામાં ફરીને વરદાયિની માતાના મંદિરે પરત ફરે છે. અને પૂનમ સુધી આ પલ્લી અખંડ જ્યોત સાથે મંદિરમાં જ રહે છે. જેથી નોમની રાત્રીએ ન આવી શકનાર ભક્તો પણ પૂનમ સુધી ધી ચઢાવીને પોતાની માનતા પુરી કરી શકે.

Trending news