ગુજરાતમાં ચાર વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત

કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હરિયાણા (Haryana) અને મહારાષ્ટ્ર (Maharastra) માં વિધાનસભા (VidhanSabha) ની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરે મતગણતરી કરાશે. આ સાથે જ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત (Gujarat) ની ખાલી પડેલી 7માંથી 4 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી (Vidhansabha By Election) ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 21 ઓક્ટોબરના રોજ ચાર બેઠક પર પેટાચૂંટણી યોજાશે. તેમજ 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડાની પેટાચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે.

Trending news