રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદનાં વિરામ બાદ આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર દેખાવા લાગી છે. ગુજરાતના કેટલાક પ્રાંતોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા નાગરિકો ખુશખુશાલ બન્યા છે, તો ખેડૂતોને પણ તેમનો પાક બચી જવાની આશા જાગી છે. જેમાં અરવલ્લીના ભિલોડામાં બે ઈંચ તથા સાબરકાંઠાના વડાલીમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક માં રાજયના 48 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.