જમાલપુરમાં બે વર્ષના બાળકને કૂતરાએ બચકા ભર્યા, જુઓ CCTV ફૂટેજના દ્વશ્યો

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બે વર્ષના બાળક પર કૂતરાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જમાલપુર વિસ્તારમાં બે વર્ષનું બાળક ઘર નજીક રમી રહ્યું હતું ત્યારે અચાનક કૂતરું દોડીને આવ્યું હતું અને તેને બચકા ભર્યા હતા. બાળકના રડવાના અવાજથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બાળકને કૂતરા પાસેથી છોડાવ્યું હતું. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Trending news