ધારવાડ: 62 કલાક બાદ વ્યક્તિ કાટમાળમાંથી જીવતો નીકળ્યો, જુઓ VIDEO

નિશ્ચિતા વેરેન્દ્ર: ઉત્તર  કર્ણાટકના ધારવાડ જિલ્લામાં 19 માર્ચના રોજ તૂટી પડેલી એક નિર્માણધીન ઈમારતમાં અત્યાર સુધી 15 લોકોના મોત થયા છે. ઘટના બાદથી જ એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર ડિપાર્ટમેન્ટની ટીમો સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. તમને જાણીને નવાઈ લાગેશે કે 62 કલાક બાદ તૂટેલી ઈમારતના કાટમાળમાંથી એક વ્યક્તિને જીવિત બહાર કાઢવામાં આવ્યો. આ એક ચમત્કાર જ કહેવાય. બિલ્ડિંગના કાટમાળની નીચે 62 કલાક સુધી દટાઈ રહ્યાં બાદ પણ વ્યક્તિ જીવતો રહ્યો. 

 

Trending news