પાટણ જિલ્લામાં તમામ નહેરોમાં પાણી છોડવાની માગ

પાટણ જિલ્લાની તમામ નહેરોમાં રવિ સીઝન માટે પાણી છેડવા માંગ કરાઈ છે. પાટણ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પાટણ જિલ્લામાં ખેડૂતોના પાણીના બોરના તળ ઊંડા થઇ ગયા છે જેથી ખેતી માટે પાણી પુરું ન પડવાને લઈ પત્ર લખ્યો હતો. પાટણ જિલ્લામાં સિંચાઈ આધારિત તમામ નહેરોમાં રવિ સીઝન પૂર્ણ થાય ત્યાં સુધી પાણી છોડવા માંગ કરાઈ હતી.

Trending news