પરિવારને ફોન કરી યુવકે કહ્યું- ‘હું કેનાલમાં પડું છું’, ભારે જહેમત બાદ મળ્યો મૃતદહે

પંચમહાલમાં આંગડિયા પેઢીનાં કર્મચારીની લાશ કેનાલમાંથી મળી આવી હતી. કાલોલ નજીક શક્તિપુરા નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી આવી હતી. એન.ડી.આર.એફની ટિમે ભારે જહેમત બાદ લાશ મળી આવી હતી. હાલોલની આંગડિયા પેઢીમાં નોકરી કરતા યુવાને બે દીવસ અગાઉ કેનાલમાં પડતુ મૂક્યું હતુ. કેનાલમાં પડતાં પહેલા યુવાને પરિવારને ફોન કરી ‘હું કેનાલ માં પડું છું‘ તેમ કહી કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જો કે, કાલોલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથધરી હતી.

Trending news