રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, ડીસામાં સૌથી તાપમાન નોંધાયું
ઉત્તર પૂર્વના પવનને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો ગગડી (cold wave in gujarat) રહ્યો છે. ગુજરાતમાં ડિસેમ્બરના અંતમાં કડકડતી ઠંડી (Coldwave) ઘણાં સમય પછી પડતાં લોકો પણ ઠૂંઠવાયા છે. ગુજરાતના સૌથી ઠંડા પ્રદેશ નલિયામાં પારો દિવસેને દિવસે ગગડી રહ્યો છે. જ્યારે માઉન્ટ આબુમાં તો હિમાચલ પ્રદેશ જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે. ગુરુવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને દિવસેને દિવસે તાપમાનનો પારો વધુ ગગડતો જઈ રહ્યો છે. હજુ પણ આગામી 36 કલાક કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 12 ડિગ્રીએ ગગડતાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે.